Posted on: Apr 16, 2025 • 6:04 PM
૧૪ મી એપ્રિલ બાબા સાહેબની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે આજ રોજ તારીખ ૧૬/૪/૨૫ ના રોજ શ્રી જે .એલ. કે .કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ .એચ. ગાર્ડી કોમર્સ કોલેજ કાકણપુર અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત ડો બાબા સાહેબ આંબેડકર ચેરના સંયુક્ત ઉપક્રમે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ માનનીય પ્રતાપસિંહ ચૌહાણ, કાકણપુર કોલેજના આચાર્ય ડોક્ટર જે પી પટેલ સાહેબ, તેમજ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી માન્યને મૌલિકભાઈ શાહના માર્ગદર્શન અનુસાર જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં સૌ પ્રથમ ડો આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી હતી પછી દરેક અધ્યાપક મિત્રોએ ગુલાબનું એક એક પુષ્પ અર્પણ કર્યું હતું. કોલેજના આચાર્ય ડો જગદીશ પટેલ આવકાર સાથે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યાર બાદ ડો મહેશ રાઠવા ડો. બાબા સાહેબ આંબેડકર ના સિદ્ધાંતો વિશે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો આંબેડકર ચેરના ચેરમેન ડો પ્રવીણ અમીને કર્યું હતું .કાર્યક્રમનું સંચાલન ડો અનિલ લકુમે કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ૨૫૦ વિદ્યાર્થી ભાઈ બહેનો બાબા સાહેબના વિચારો ઉપરના વક્તવ્યને સાંભળ્યા હતા. આ કાર્યક્રમમાં ડો એસ. એસ. રખિયાણીયા,ડો નીતિન ધમસાણીયા ,ડો સુરેશ પટેલ , ડો સાબતસિહ પટેલ , ડો જુઈ ઉપાધ્યાય વગેરે અધ્યાપકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં ડો જે. એલ. પટેલ દ્વારા આભારવિધિ કરાવામાં આવી હતી.