Posted on: Apr 24, 2025 • 4:03 PM
શ્રી પી એન પંડ્યા આર્ટ્સ, એમ પી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડી પી પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડામાં C.W.D.C અંતર્ગત 8 માર્ચ 2025 ના દિવસે મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો. જેમાં કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાર્થના બાદ કોલેજમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારમાંથી પધારેલા રાયસિંહભાઈ બામણીયાનું સ્વાગત સંસ્કૃત વિભાગના વડા ડૉ ગીતાબેન પંચાલ મેડમે કર્યુ. એમની સાથે પધારેલા પંચાલ સાહેબનું સ્વાગત સંસ્કૃત વિભાગના ડૉ ધર્મિષ્ઠાબેને કર્યુ . કોલેજના અન્ય પ્રાધ્યાપિકાઓ ડૉ ભાવનાબેન, ડૉ ગીતાબેન, ડૉ એલિશાબેન, ડૉ અફસાના બેનનું સ્વાગત કોલેજ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ રાયસિંહભાઈ એ મહિલાઓના કાનૂની અધિકારો વિષય પર વ્યાખ્યાન આપ્યું. પંચાલ સાહેબે પણ મહત્વની ભૂમિકા ભજવી. ડૉ ધર્મિષ્ઠાબેને પ્રાસંગિક ઉદબોધન કર્યુ. ડૉ ગીતાબેને પણ સ્ત્રીઓની આજ અને કાલ વિષય પર ચર્ચા કરી. ડૉ અફસાનાબેને આભારવિધી કરી.
તા 9/03/2025 ના રોજ મહિલા દિન અંતર્ગત “ પિંક સન્ડે “ ની ઉજવણી કરવામાં આવી. જેમાં આર્ટ્સના ઇન્ચાર્જ આચાર્યશ્રી ચૌધરી સાહેબ હાજર રહ્યા. તેમણે સ્ત્રી સશક્તિકરણ અંગે વ્યાખ્યાન આપ્યું. અંગ્રેજી વિષયના વડા પ્રો. કમલ જોષી સાહેબે પણ આજના પ્રવર્તમાન સમયમાં સ્ત્રીઓની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન આપ્યું. પિંક સન્ડે અંતર્ગત “ડોક્યુમેન્ટરી ફિલ્મ નિદર્શન “ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વિદ્યાર્થીનીઓને ફિલ્મ નિર્દેશન કરાવવામાં આવ્યું. મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ હાજર રહી. C.w.d.C na સભ્યો ડૉ ગીતાબેન, ડૉ ભાવનાબેન, ડૉ ધર્મિષ્ઠાબેન, ડૉ અફસાનાબેન હાજર રહ્યા. ડો ધર્મિષ્ઠાબેને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી આભારવિધી કરી હતી.